બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે અનોખો પ્રયોગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:32:17
  • Views : 464
  • Modified Date : 2021-05-06 11:32:17

     બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતાં મોટાભાગની હોસ્પિટલો અત્યારે હાઉસફુલ થઈ ગઈ છે જેથી હવે સામાજિક સંસ્થાઓ પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દર્દીઓને સારવાર આપી રહી છે પાલનપુરમાં પણ આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જોકે આ સેન્ટરની ખાસિયત એ છે કે અહીં દર્દીઓને કોરોનાની પ્રાથમિક સારવાર તો આપવામાં આવે છે પરંતુ અહીં દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય તો ઇમરજન્સી સંજોગોમાં તેઓને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા લેવલ વધારી આપવામાં આવે છે.છેલ્લા 20 વર્ષથી પાલનપુરમાં એજ્યુકેશન દ્વારા અનેક રોગોમાં નિદાન કરનાર મુળદાસ જેઠાલાલ સલાટ અહીંના ઓક્સિઝનની જરૂરીયાત વાળા દર્દીઓને એક્યુપ્રેશર દ્વારા સારવાર આપી રહ્યા છે..કોરોના મહામારીના સમયમાં અત્યાર સુધી તેઓએ 100થી પણ વધુ દર્દીઓને આ રીતે સારવાર આપી સામાન્ય સંજોગોમાં ઠીક કર્યા છે.


      જે પ્રમાણે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.બીજી તરફ હાલ કોરોના વાયરસની મહામારી વધતા હાલ દર્દીઓને મોટી રકમ આપવા છતાં સારવાર નથી મળી રહી.ત્યારે પાલનપુરમાં પણ સતત કોરોના વાયરસના કેસ વધતા હાલ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં પાલનપુર ખાતે નિસ્વાર્થ સંગઠન દ્વારા પણ હાલ કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.આ સંસ્થામાં છેલ્લા 25 વર્ષના આયુર્વેદિક જાણકાર એવા મૂળદાસભાઈ દ્વારા કોરોના દર્દીઓને અનોખી સેવા આપવામાં આવી રહી છે.મૂળદાસભાઈ દ્વારા કોરોના દર્દીઓને ઓક્સિજન વગર જ દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 100 થી પણ વધુ લોકોને એક્યુપ્રેશરથી સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે.ત્યારે આવા સમયે દરેક લોકો ઘરે પણ આ સારવાર લઈ શકે જેનાથી દર્દીઓને ઓક્સિજન વગર સારવાર મળી રહે તેવું નીતિન ઠાકોરે જણાવ્યું હતું.

     બનાસકાંઠા જિલ્લામાં એક તરફ દિવસે ને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જેના કારણે તમામ સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.જેના કારણે હાલ દર્દીઓનો મોટી રકમ આપી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ત્યારે આવા સમયે જો દર્દીઓનું ઓક્સિઝન લેવલ ડાઉન થાય ત્યારે તેઓને હાથના બંને કાંડાની પાસેની નસ ઉપર પાંચ મિનિટ સુધી પ્રેસર કરવામાં આવે અને ત્યારબાદ આંતરડાંની છેલ્લી પાંસળી પર બંને બાજુ પ્રેસર કરવામાં આવે તો તરત જ તેનાથી ઓક્સિઝન લેવલ વધી જાય છે આવો પ્રયોગ કરનાર દર્દી મેહુલ ઠાકોરનું પણ માનવું છે કે તેનાથી સારો લાભ થાય છે.

     અત્યારે કોરોના મહામારીના સમયમાં પણ લોકો વર્ષો જૂની પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેવામાં ઓક્સિજન લેવલ વધારવા માટે પણ આ એક્યુપ્રેશર પદ્ધતિ મહદંઅશે કારગ નીવડી રહી છે જેનો વધુમાં વધુ લોકો લાભ લે અને ઇમરજન્સી સંજોગોમાં આવી પરંપરાગત પદ્ધતિ દ્વારા સારવાર મેળવી સ્વસ્થ થાય તેમ એક્યુપ્રેશરના જાણકાર વૈદ્યનું માનવું છે.

Download Our B K News Today App



Related News