રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-03 16:52:55
  • Views : 86
  • Modified Date : 2024-03-03 16:52:55

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ છે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યુ છે કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. તેમજ “પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે”.“સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે” પાલ આંબલિયા જણાવ્યુ કે “ખેડૂતોને નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી કોઈ યોજના અમલમાં નહીં” આ ઉપરાંત કોંગ્રેસમાં “આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી” તેમજ સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે.

Download Our B K News Today App



Related News