અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં યુવકની હત્યા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-20 15:10:30
  • Views : 361
  • Modified Date : 2024-06-20 15:10:30

  અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી છે. ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ડ્રગ્સના કાળા કારોબારમાં યુવકે જીવ ગુમાવ્યો છે. અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં યુવકની હત્યા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. યુવકે ડ્રગ્સ વેચવાની ના પાડતા આરોપીએ છરી- તલવારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હુમલાખોર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મુસ્તકીમ નામના શખ્સે આ હત્યાને અંજામ આપ્યો છે.હુમલા બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે svp હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 2 વ્યક્તિને ઈજા પણ થઈ છે. જો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News