થરાદના મેઢાળા ગામે ખેતરમાં રહેતા માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 12:39:13
  • Views : 11597
  • Modified Date : 2021-07-16 12:39:13

     થરાદના મેઢાળા ગામની રાત્રે ચકચારી ઘટના બની છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. જોકે, કોણે હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા કરાતાં ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. થરાદના મેઢાળા ગામમાં 35 વર્ષીય પરિણીતા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૃતક યુવતીના પિયરપક્ષે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. 

    થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બન્ને લાશને પી એમ અર્થે થરાદ રેફરલ લાવવમાં આવી છે. 13 વર્ષીય પરેશ પટેલ  અને 35 વર્ષીય માતા સીતાબેન પટેલની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે તેમજ હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે..મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે. 

 

Download Our B K News Today App



Related News