ધ કાશ્મીર ફાઇલ્સ : ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પર સ્ટે મૂક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:11:24
  • Views : 217
  • Modified Date : 2022-03-19 12:11:24

ધ કાશ્મીર ફાઇલ્સ : ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પર સ્ટે મૂક્યો


ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને તેના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી ફિલ્મની રિલીઝ પહેલાં જ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા છે. ફિલ્મને ભલે દર્શકોએ વખાણી હોય, પરંતુ કેટલાક લોકોમાં આ ફિલ્મને વિશે આક્રોશ પણ છે. ફિલ્મના રિલીઝ પર ન્યૂઝીલેન્ડ સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ એ એનું તાજેતરનું ઉદાહરણ છે કે આ ફિલ્મને વિશે હજી પણ લોકોમાં ગુસ્સો છે.

કેટલાક સમુદાય દ્વારા ફિલ્મની વિષય સામગ્રી વિશે ફરિયાદ કરવામાં આવ્યા પછી ન્યૂઝીલેન્ડના સેન્સર બોર્ડે એની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે, જે ફિલ્મને 16 અથવા એનાથી વધુ ઉંમરના લોકોને જોવાની મંજૂરી આપે છે. જોકે હવે બોર્ડ આ સર્ટિફિકેટની સમીક્ષા કરવા માગે છે. ફિલ્મ-નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ એક ટ્વીટમાં ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય લોકોને એકસાથે રહેવા અને ફિલ્મની રિલીઝ પર મૂકવામાં આવેલા પ્રતિબંધની વિરુદ્ધ વિરોધ કરવાની અપીલ કરી છે.

તેણે ટ્વીટ કર્યું છે, "મહત્ત્વપૂર્ણ અને જરૂરી: કેટલાંક સાંપ્રદાયિક જૂથો ન્યૂઝીલેન્ડના સેન્સર પર પ્રતિબંધ લગાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, 'ધ કાશ્મીર ફાઈલ્સ' તમામ ભારતીયોને અનુરોધ કરે છે કે તેઓ એકસાથે થઈને કટ્ટરપંથીઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી આ લોકતાંત્રિક રણનીતિનો વિનમ્રતાની સાથે વિરોધ કરે અને માનવતા તથા માનવ અધિકારો વિશેની આ ફિલ્મ રિલીઝ કરે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની રિલીઝ માટે ન્યૂઝીલેન્ડમાં ભારતીયો દ્વારા એક ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ ફિલ્મ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી છે. આ ફિલ્મ પહેલા 600 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી અને પછી સ્ક્રીન્સ વધારીને 2000 કરવામાં આવી હતી. વિદેશમાં 113 સ્ક્રીન્સમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે 17 માર્ચે 18.05 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા વીકમાં 97.30 કરોડની કમાણી કરી છે.

ફિલ્મે સાત દિવસની અંદર 97.30 કરોડની કમાણી કરી છે. ફિલ્મ રિલીઝ થયાના આઠમા દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થશે.

 

Download Our B K News Today App



Related News