થરાદ ખાતે થરાદ સોની એસોસિએશન દ્વારા ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સહ પરિવાર જોવાનું આયોજન કરવામા આવ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 12:29:08
  • Views : 193
  • Modified Date : 2022-03-31 12:29:08

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા પર બનેલી ફિલ્મ દેશભરમાં વખણાઇ રહી છે. આ દરમ્યાન થરાદ સોની એસોસિએશન દ્વારા સોની સમાજ દ્વારા સહ પરિવાર સાથે થરાદની વિજય ટોકીઝ ખાતે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળી હતી. સોની એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઇ સોનીએ કહ્યુ હતુ કે ઇતિહાસ જોવો અને સમજાવો હોય તો એક વખત ફિલ્મ જુઓ અને જો ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દેવું હોય તો બે વખત આ ફિલ્મ જુઓ..સોની એસોસિએશન દ્વારા આયોજીત ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના શો મા બનાસબેંકના ડીરેકટર શૈલેષભાઇ પટેલે હાજરી આપી હતી.

Download Our B K News Today App



Related News