ડીસામાં કોમ્પ્યુટર શીખવાડવાના બહાને પત્રકારે કિશોરી સાથે અડપલાં કરતાં લોકોએ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:33:45
  • Views : 570
  • Modified Date : 2022-07-24 13:33:45


કિશોરીની માતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ખેતાજી સોલંકી (માળી) ની અટકાયત કરી જેલ હવાલે કર્યો

ડીસા શહેરમાં કોમ્પ્યુટર શિખવવાના બહાને કિશોરીને ખાનગી યુટ્યુબ ચેનલના પત્રકારે અડપલા કરતાં ચકચાર મચી જવા પામી છે. કેટલાંક લોકોએ તેaને મેથીપાક ચખાડીને પોલીસને સુપ્રત કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે કિશોરીની માતાએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.


ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના અને ડીસા શહેરના દિપમાલા શોપિંગ સેન્ટરમાં યુટ્યુબ ચેનલના પત્રકાર ખેતાજી સોલંકી (માળી) ની ઓફીસ આવેલી છે. ખેતાજી સોલંકી અવાર-નવાર શાકભાજી લેવા જતાં શાકભાજીની લારી ચલાવતી મહિલાને પોતે કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા હોવાની ઓળખ આપી હતી. આથી મહિલાએ તેમની 15 વર્ષની દીકરીને કોમ્પ્યુટર શીખવાનું હોઇ ખેતાજી સોલંકીને વાત કરતા તેમની ઓફીસ ઉપર મળવા માટે બોલાવી હતી. જેથી કિશોરી શનિવારે બપોરે પોણા બાર વાગ્યાના સમયે આધારકાર્ડ લઇ ખેતાજી સોલંકીની ઓફીસે જતાં તેઓએ ઉપરના માળે કોમ્પ્યુટર ઈન્ટરવ્યું લેવા જણાવ્યું હતું. આથી ખેતાજી સોલંકી અને કિશોરી દાદરા ઉપર જતાં જ એકલતાનો લાભ લઈ ખેતાજી સોલંકીએ કિશોરીને અડપલા કરતાં તે હેબતાઈ ગઈ હતી.


ત્યાર બાદ કિશોરી આજીજી કરી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી. કિશોરીએ તાબડતોબ ઘરે દોડી જઈ તેણી સાથે બનેલી આપવિતી પરીવારજનોને કરી હતી. આથી કિશોરીના પરીવારજનોએ તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે દોડી જઈ ખેતાજી સોનાજી સોલંકી (માળી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ખેતાજી સોલંકીની અટકાયત કરી જેલ હવાલે કરી વધુ તપાસ પીએસઆઈ સંજય પરમાર ચલાવી રહ્યાં છે. કિશોરી સાથે શારીરીક અડપલા કર્યાની જાણ થતા જ કેટલાંક લોકોએ પત્રકાર ખેતાજી સોલંકીને મેથીપાક ચખાડીને પોલીસને સુપ્રત કરતાં ચકચાર મચી જવા પામી છે.

 

Download Our B K News Today App



Related News