લાડાણી બિલ્ડર ગ્રુપ પર થયેલી ITની તપાસમાં મોટો ખુલાસો થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 17:27:16
  • Views : 65
  • Modified Date : 2024-03-07 17:27:16

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. લાડાણી બિલ્ડર ગ્રુપ પર થયેલી ITની તપાસમાં મોટો ખુલાસો થયો છે.કરોડોના વ્યવહાર છૂપાવવા લાડાણી ગ્રુપે સ્લમ વિસ્તારમાં ઓરડી ભાડે રાખી હતી. તપાસ દરમ્યાન IT વિભાગે પોલીસની મદદ પણ લીધી હતી. તપાસમાં પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.લાડાણી ગ્રુપના વિશ્વાસુ કર્મચારીએ સ્લમ વિસ્તારની અવારનવાર મુલાકાત લેતા હતા.CCTV ફૂટેજના આધારે વધારે તપાસ કરતા ઓરડીની ઓળખ થઈ છે. જેમાં લેપટોપ અને કેટલાક દસ્તાવેજો મળીને કુલ 500 કરોડના વ્યવહારો મળી આવ્યા છે.લાડાણી ગ્રુપના કર્મચારીને થેલા ભરીને ફાઇલ લઇ જતા હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Download Our B K News Today App



Related News