વાવ ભાભર અને સુઈગામ ના યુવાનો દ્વારા રોજગારી આપવા બાબત મા રજૂઆત કરવામા આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 12:52:25
  • Views : 354
  • Modified Date : 2021-09-25 12:52:25

     વાવ  સુઇગામ અને ભાભર યુવાનોને રોજગારી આપવા બાબત રજૂઆત કરવામા આવી હતી    ગુજરાત સરકારશ્રીની યોજના હેઠળ . ટ્રેનિંગ સેન્ટર નંદિસર , ગોધરા ખાતે કૌશલ્ય વિકાસની રોજગાર લક્ષીG.L.C.T 11 પ્રકારની તાલીમ લીધેલ છે અને પ્રમાણપત્ર મેળવેલ છે . તમામે યુવાનો શૈક્ષણિક લાયકાત માં અગ્રેસર છે . પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાલીમ લીધેલ યુવાનોને કોઇ પણ પ્રકારના લાભો આપવામાં આવ્યા નથી કે કોઈ રોજગારી પણ આપવામાં આવી નથી .અને યુવાનો દ્વારા વધુ માં જણાવવા મા આવ્યું હતુ કે હાલમાં  નડાબેટ ટુરિઝમ ખાતે તેમજ વિદ્યુત સોલાર પાવર પ્લાન્ટ રાધાનેસડામાં લેવામાં આવેલ વિવિધ પ્રકારનાં સ્ટાફમાં સિક્યુરીટી ગાર્ડની પણ ભરતી કરવામાં આવેલ અને જેમાં સ્થાનિક ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ નથી . અને અમે તેના માટેની તાલીમી લાયકાત ધરાવીએ છીએ પણ અમને ભરતીમાં સમાવેશ કરેલ નથી . તો આપણા વિસ્તારના સ્થાનિક વિદ્યાર્થીઓ જે તાલીમ લીધેલ છે તેમને યોગ્ય ન્યાય મળે અને આવા  સ્થળો પર અમારી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામા આવી હતી.

Download Our B K News Today App



Related News