ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોનો પગાર બાકી હોવાના કારણે આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પગાર મામલે રજૂઆત કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:56:20
  • Views : 236
  • Modified Date : 2022-01-12 11:56:20

આમ તો શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા એ સફાઈ કામદારોની હોય છે..ઠંડી હોય ગરમી હોય કે પછી વરસાદની ઋતુ હોય કોઈપણ સમયમાં સફાઈ કામદારો દિવસ-રાત સફાઈ કરી શહેરને સ્વચ્છ રાખતા હોય છે ત્યારે ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈદાર નો પગાર ન ચુકવતા આજે રજૂઆત કરવામાં આવી હતી ડીસા નગરપાલિકાની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી.. પાલિકામાં એક તરફ ડિવાઇડરનો મુદ્દો પાલિકાના શાસકો માટે માથાના દુખાવા સમાન ઊભો થયો છે.. તો બીજી તરફ આજે સાંજે સફાઈ કામદારો તેમના બાકી વેતન માટે પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.. છેલ્લા ઘણા સમયથી ડીસાના સફાઈ કર્મીઓનો પગાર બાકી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક પગારની ચુકવણી થાય તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Download Our B K News Today App



Related News