મહુવા એસટી ડેપોમાં લાંબા રુટની બસ અનિયમિત આવવાથી મુસાફરોએ હોબાળો મચાવ્યો

  • Published By :
  • Published Date : 2022-09-28 15:03:56
  • Views : 785
  • Modified Date : 2022-09-28 15:03:56

મુસાફરો પોતાના કામકાજે સમયસર પહોંચી શક્યા નથી. ત્યારે આજે પણ આવા જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહુવા-જામનગરની બપોરની બસ છેલ્લા બેથી ત્રણ કલાક સુધી ન આવતા મુસાફરો એસ.ટી ડેપોમાં રજળી પડ્યા હતા. તેમજ રાત્રિની પણ અમુક લાંબા રૂટની બસ સમયસર નહીં મળતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અમુક મુસાફરો રોષે ભરાયા હતા અને એસ.ટી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર સાથે રકઝક કરતા પણ નજરે પડ્યા હતા.

Download Our B K News Today App



Related News