ભરુચમાં 45 વર્ષીય મહિલા નેતા અને કાર્યકરના અંતરંગ ફોટા વાયરલ થતા હડકંપ મચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 17:54:21
  • Views : 103
  • Modified Date : 2023-06-19 17:54:21

બે સંતાનોની માતા એવા મહિલા નેતાએ ફક્ત પોતાની હવસ સંતોષવા પોતાનાથી 10 વર્ષ નાના યુવાનને બ્લેકમેઈલ કરીને પોતાની સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરુચ જિલ્લામાં એક રાજકીય પક્ષના મહિલા મોરચના પ્રમુખે વડોદરા નજીકના એક ગામમાં રહેતા પોતાનાથી 35 વર્ષ નાના યુવાનને હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે સેક્સ માણ્યા બાદ બદનામ કરવાની ધાક-ધમકી આપી હોવાની ફરિયાદ યુવાને લખાવતાં અને અંગત પળો માણતાં તેમના ફોટા વાયરલ થતાં રાજકીય વર્તૂળોમાં ખળભળાટ મચ્યો છે. ભરુચ પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદમાં પીડિત યુવાને એવો આક્ષેપ કર્યો કે તે વડોદરા નજીકના એક ગામમાં પરિવાર સાથે રહે છે. આશરે ત્રણેક વર્ષ પહેલા ભરુચ જિલ્લામાં એક રાજકીય પક્ષના મહિલા નેતાના પરિચયમાં આવ્યો હતો જે પછી બન્ને એકબીજાને ચાહવા લાગ્યાં હતા અને પ્રેમ પરકાષ્ઠાએ પહોંચતાં તેમણે એક હોટલમાં જઈને શારીરિક સંબંધો બાંધ્યાં હતા. યુવાને કહ્યું કે મહિલાએ મને ભરુચમાં એક ભાડાનું મકાન રખાવી આપ્યું હતું. મહિલા નેતાને એક પુત્ર અને પુત્રી પણ છે જે ઘણી વાર મારી રુમ પર આવતાં હતા. પીડિત યુવાને ફરિયાદમાં આગળ લખ્યું કે સંબંધો આગળ વધતાં મહિલા તેની સાથે દરરોજ શારીરિક સંબંધો બાંધવા દબાણ કરવા લાગી હતી, યુવાનની આનાકાની જોતાં મહિલાએ તેની ધમકી આપી કે જો તે તેની સાથે સેક્સ નહીં માણે તો તેને સમાજમાં બદનામ કરી નાખશે. મહિલાએ મને ખોટા કેસમાં ફસાવીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવાને કહ્યું કે હું મહિલાના વશમાં થયો નહોતો, આથી તેણે મારા વિરૃદ્ધ સાયબર ક્રાઈમ ફરિયાદ લખાવી હતી. યુવાનનું કહેવું છે કે મહિલા મારુ શારીરિક શોષણ કરી રહી છે. સોશિયલ મીડિયામાં થયો પ્રેમસંબંધનો ખુલાસો 45 વર્ષીય મહિલા નેતા અને 35 વર્ષીય યુવાન કાર્યકર વચ્ચેનો પ્રેમસંબંધ સોશિયલ મીડિયામાં જાહેર થયો હતો. આ ઘટનાના સાક્ષી તરીકે તેમની વચ્ચેના અંતરગં સંબંધના ફોટા પણ સામે આવ્યાં હતા. અંતરગ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લાના રાજકીય જગતમાં હડકંપ મચ્યો છે. યુવાન કાર્યકરે મહિલા નેતા સામે યૌન શૌષણની ફરિયાદ તો કરી છે પરંતુ એવુ પણ જાણવા મળ્યું છે કે યુવાન કાર્યકરે વાઘોડિયાના એક ગામની મહિલા સાથે ઘરેલું સંબંધ બાંધ્યા હતા અને મહિલાને ઘેર જ પડ્યોપાથર્યો રહેતો હતો. તેણે જમીનમાં પણ ગોલમાલ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા અગ્રણી મૂળ કોંગ્રેસના હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે. બાદમાં ભાજપમાં સામેલ થયા હતા. પોતાના અંતરંગ ફોટા અને વીડિયો વાયરલ થતાં મહિલાએ રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહિલાનો પતિ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમને એક પુત્ર જે કોલેજમાં ભણે છે અને એક પુત્રી કે ભરુચની સ્કૂલમાં ભણે છે. આ ઘટનામાં યુવાને પોલીસમાં ફરિયાદમાં એવું લખાવ્યું છે કે તેણે મહિલાને બેનપણીને નામે એક કાર પણ ખરીદી હતી જેનું ડાઉન પેમેન્ટ 3 લાખ રુપિયા તેણે ચુકવ્યું હતું અને દર મહિને 20 હજારનો હપ્તો પણ તે પોતે ભરતો હતો. મહિલા અગ્રણીનું કહેવું છે કે મને ફસાવી દેવા માટે રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મેં આ બાબતે સાયબર સેલમાં ફરિયાદ લખાવી છે. 

 

Download Our B K News Today App



Related News