ડીસા શહેરના રિજમેન્ટના યુવક પર જાતિ વિશે ટિપ્પણી કરતા ઠપકો આપતા હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ઇજાગ્રસ્ત યુવકે આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:04:11
  • Views : 252
  • Modified Date : 2022-06-17 11:04:11


ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં જાતિ વિશે ટિપ્પણી કરતા શખ્સને ઠપકો આપતા તેણે છરી વડે યુવક પર હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અંગેની વિગત એવી છે કે ડીસાના  રિજમેન્ટ વિસ્તારમાં રહેતા અને રામાપીર મંદિર સામે રામદેવ પાર્લર ચલાવતા છગનલાલ મોરૂમાલ રજપુત  પોતાના પાર્લર પર હતા તે દરમિયાન તેમના ભત્રીજા નો ફોન આવેલો કે, મારા પિતા હરેશભાઈને અલ્પેશ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ ઠાકોરે હુમલો કરી ઈજા પહોંચાડી. જેથી તેઓ ત્યાં જતા જાણવા મળેલ કે હરેશભાઈ પાર્લર ઉપર દૂધ લેવા જતા હતા ત્યારે અલ્પેશ ઉર્ફે પિન્ટુ ઠાકોરએ હરેશભાઈને કહેલ કે, તમે ક્યાં રાજપૂત છો તમે તો ગોલા છો એમ કહી ઝઘડો કર્યો હતો અને પોતાની પાસેની છરી કાઢી હરેશભાઈ ઉપર હુમલો કરતાં હરેશભાઈ બચવા જતાં હાથના ભાગે તેમજ પગના ભાગે છરીના ઘા માર્યા હતા. જેથી હરેશભાઈ ને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગતા તેઓને તાત્કાલિક સારવારથી ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.. બનાવ અંગે છગનભાઈ  મોરૂમલ રાજપૂતે હુમલો કરનાર શખ્સ અલ્પેશ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ ઠાકોર સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News