બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે છોકરીને પાછી લાવી આપવા બાબતે હુમલો કરાતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:33:34
  • Views : 175
  • Modified Date : 2022-07-04 11:37:12

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે છોકરીને પાછી લાવી આપવા બાબતે હુમલો કરાતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં મારામારી જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે ન જેવી બાબતમાં આવીશ માં આવી જાય લોકો મારામારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે રહેતા જશુગભાઈ વસનાજી માજીરાણા ની ભત્રીજી ને તે જ ગામના મુકેશભાઈ લવજીભાઈ મેઘવાળ લઈ ફરાર થઈ ગયા હતા જેથી જેસુંગ ભાઈએ પોતાની ભત્રીજીને પાછી લાવવા બા..બતે તે જ ગામના પહેલાદભાઈ મેઘવાળ ભરતભાઈ મેઘવાળ હરજીભાઈ મેઘવાળ ચેતનભાઇ મેઘવાળ અને વરઘાભાઈ મેઘવાળ ને જણાવ્યું હતું જે બાબતનું આ પાંચે લોકોને ખોટું લાગતાં તેઓ ઉશકેરાઈ ગયા હતા. અને જેસંગભાઈ ના પરિવાર પર લોખંડની પાઇપ અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જોત જોતામાં પરિવારના તમામ સભ્યોને લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ મારામારીની ઘટનાને લઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. અને વધુ માર માંથી જેસુંગભાઈના પરિવારને છોડાવ્યા હતા. અને મારામારી ની ઘટના માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેઓને વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ લોકોને ડીસા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં હાલ ફરિયાદીએ ધાનેરા પોલીસ મથકે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી હતી.

Download Our B K News Today App



Related News