ડીસા તાલુકાના વાસણા ગામ થી રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે પગપાળા સંઘ રવાના થયો હતો આ પગપાળા સંઘનું ગામના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 13:03:13
  • Views : 387
  • Modified Date : 2021-12-18 13:03:13

ડીસા તાલુકાના વાસણા ગામે થી રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે પગપાળા સંઘ રવાના થયો હતો હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓની ખાસ પૂજા-અર્ચના કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મના લોકોમાં રહેલી આસ્થાના કારણે દર વર્ષે દૂર દૂર સુધી ભક્તો પગપાળા સંઘનું આયોજન કરતાં હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના વાસણા ગામેથી રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે પગપાળા સંઘ રવાના થયું હતું આ પગપાળા સંઘમાં 30થી પણ વધુ લોકો જોડાયા હતા. જેમનું વાસણા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં આવેલ રણુજા ના રામાપીર ના દર્શન કરવા માટે દૂરથી લોકો પગપાળા સંઘ નીકળતા હોય છે અને કિલોમીટર દૂર ચાલીને અનેક લોકો રામાપીરના મંદિર એ પોતાની બાધા આખડી પૂર્ણ કરતા હોય છે ત્યારે આજે વાસણા ગામ થી નીકળે પગપાળા સંઘ આગામી દિવસોમાં રણુજા ખાતે આવેલ રામાપીર ના મંદિરે પહોંચી દર્શન કરશે.

Download Our B K News Today App



Related News