કોરોના કેપિટલમાં આજથી 26 એપ્રિલ સુધી લાગશે લોકડાઉન, કેજરીવાલ ટૂંક સમયમાં કરશે જાહેરાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-19 12:15:37
  • Views : 258
  • Modified Date : 2021-04-19 12:15:37

    કોરોના વાઈરસના વધતા જોખમ દિલ્હીમાં ફરી એક વાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ વિશે કેજરીવાલ ટૂંક સમયમાં જ ઔપચારિક જાહેરાત કરશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે રાતે 26 એપ્રિલથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ દરમિયાન તે જ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે જે કર્ફ્યુ દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ ખૂબ બેકાબુ થઈ ગઈ છે. દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણ છે કે, દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે.

Download Our B K News Today App



Related News