ડીસાના રાણપુર આથમણા વાસ વિસ્તારમાં ચોરીની ઘટના આવી સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-31 14:08:44
  • Views : 368
  • Modified Date : 2022-01-31 14:08:44

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટ જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ ચોરીની ઘટના પણ વધી રહી છે રાત્રે દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકોની અવરજવર બંધ થઈ જાય છે જેનો લાભ તસ્કરો લઈને મોટી મોટી ચોરી ની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ વિસ્તારમાં આવે અર્બુદા પાર્લરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે અર્બુદા ના માલિક રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી અને પોતાના ઘરે ગયા હતા ત્યારે રાત્રિના મોડે અજાણ્યો શખ્સ અર્બુદા દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં પડેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જ્યારે અર્બુદા દુકાન માલિક સવારે પોતાની રાબેતા મુજબ દુકાન ખોલવા માટે ગયા ત્યારે તેમને જાણ થઈ કે પોતાની દુકાનમાં ચોરી થઈ છે જે બાદ તાત્કાલિક ધોરણે દુકાન માલિકે અંગેની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સ વિરોધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News