ડીસા અને પાટણ રોડ પર આવેલ શુભમ પાર્ક માં લાખો રૂપિયાની ચોરીની ઘટના આવી સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:59:22
  • Views : 275
  • Modified Date : 2022-03-10 11:59:22

ડીસા અને પાટણ રોડ પર આવેલ શુભમ પાર્ક માં લાખો રૂપિયાની ચોરીની ઘટના આવી સામે     

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડીસા શહેરમાં ચોરીઓની ઘટનાની શરૂઆત થઇ ચૂકી છે ખાસ કરીને ચોર ટોળકી હાલમાં બંધ મકાનોને નિશાન બનાવી એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ સુભમ પાર્ક ખાતે રહેતા દિનેશભાઇ સૈની વડાવળ ખાતે ખેતર માં બટાકા કાઢવા માટે પરિવાર સાથે રવિવારે ખેતર ઉપર ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરો અને તેમના બન્ધ મકાન ને નિશાન બનાવી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી માં પડેલ સોના નો હાર ,ચેન , ચાંદી ની પાયલ ,તેમજ  ૫૦ ની રોકડ  હજાર મળી કુલ બે લાખ આસપાસ ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા વહેલી સવાર આસપાસ માં રહેતા પડોસીએ તેમના મકાન ને ખુલ્લું હોતા મકાન માલિક દિનેશભાઇ ને ફોન કરી આ બાબત ની જાણ કરતા તેઓ ડીસા દોડી આવ્યા હતા અને આ બાબતે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધવાત પોલિસે ડોગ સ્ક્વોડ ,ફિંગર પ્રિન્ટ મેળવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરી નો. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News