ડીસા ખાતે આવેલ માલમાં નવીન બનેલા પ્રમુખ નો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં સમાજના સભ્યો દ્વારા નવીન બનેલા પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:28:30
  • Views : 331
  • Modified Date : 2022-06-07 11:28:30

          



બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા જૈન જાગૃતી સેન્ટરની સ્થાપનાના ડીસામાં ૨૫ વર્ષ પૂર્ણ કરીને ૨૬માં વર્ષમાં પ્રવેશ કરતા ડીસાના લાયન્સ હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમા નવનિયુક્ત પ્રમુખ તરીકે મીઠાલાલ જીરાવલાને પ્રમુખ તરીખે જવાબદારી આપવામાં આવી છે.. પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાં આગામી દિવસોમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા વિવિધ સમાજ લક્ષી કાર્ય કરવામાં આવશે. સાથોસાથ વર્ષોથી ચાલી આવતી સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રમુખ તરીકે નિમાયેલા મીઠાલાલ સાહે આગામી સમયમાં હજુ પણ લાયન્સ કમિટી દ્વારા ચાલુ રાખવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી આજે યોજાયેલા પદ ગ્રહણ સમારોહમાં ડીસા શહેરમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાયન્સ હોલના નવનિયુક્ત પામેલા પ્રમુખ તમામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News