લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 11:45:31
  • Views : 223
  • Modified Date : 2021-09-22 11:45:31

     થરાદમા ચામુંડા માતાજીના મંદિરમાં લાયન્સ કલબ ઓફ સીટી થરાદ , વાવ અને સુઈગામના પ્રમુખ ડૉ.વાલાભાઈ પ્રજાપતિ અને તેમની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો . આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ સીટી થરાદ દ્વારા બનાવવામાં આવેલા પક્ષીઘરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સાંસદ પરબતભાઈ પટેલ , થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત , નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા ,  સહિતના થરાદ વાવ , સુઇગામ લાયન્સ કલબના મેમ્બરો અને થરાદના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . આ વખતે ગત વર્ષના પ્રમુખ ડૉ.વાલાભાઈ તથા મંત્રી કીર્તિલાલ આચાર્ય , ખજાનચી ગુમાનપુરી ગૌસ્વામી સહિતને રીપીટ કરવામાં આવ્યા હતા . શપથ ગ્રહણ કરાવનાર સુરેશભાઈ શાહે કલબમાં જોડાનાર નવા સદસ્યોને આવકારી વધુને વધુ સેવાકીય પ્રવૃતીઓ કરવા પર ખાસ ભાર મુકવા નવા પ્રમુખને અભિનંદન સાથે અનુરોધ કર્યો હતો .

Download Our B K News Today App



Related News