નવી ભીલડી ગામે કોમ્યુનિટી કોરનો આજે પદગ્રહણ સમારંભ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:37:56
  • Views : 249
  • Modified Date : 2021-10-19 12:37:56

ડીસા તાલુકાના ભીલડી ગામે આજે  કોમ્યુનિટી  ના નવા  પદાધિકારીઓની વિધિવત પદગ્રહણ કાર્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શાંતિલાલ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. પ્રસંગે મુખ્ય મહેમાન શશીકાંતભાઈ પંડ્યા, અતિથિ વિશેષ બ્રહ્મસમાજ પ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, બનાસકાંઠા ભાજપ જિલ્લામંત્રી પરાગભાઈ એમ.જોષી. પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નવા હોદ્દેદારમાં નવીન પ્રમુખ તરીકે રમેશભાઈ જી.જોષી ધનાસરા અને મંત્રી તરીકે પ્રકાશભાઈ શાહ અને સદસ્ય તરીકે સુરેશભાઈ ડી પંડ્યાનું ઇન્સ્ટોલેશન અધિકારી ડો.ચંપકભાઈ ઝાલમોરા વિધિસર પદ ગ્રહણ કરાવેલ અને નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઇ જોષીએ સ્વાગત પ્રવચન કરેલ અને પૂર્વ મંત્રી કમલેશભાઈ ટી. પંચાલે તેમના બે વર્ષના કાર્યકાળ દરમ્યાન કરેલ કામગીરીનું વર્ણન કરતાં જણાવ્યું કે ડીસ્ટ્રીક રોટરી દ્વારા આર.સી.સી.ભીલડી બે વખત સન્માનિત કરવામાં આવ્યા હતા તે તેમની કાર્ય સ્તુતિ છે.

Download Our B K News Today App



Related News