આજરોજ ડીસા ખાતે પ્રથમવાર શરૂ થયેલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત શ્રી પી ટી પટેલ સાયન્સ કોલેજમા પ્રવેશોત્સવ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:07:22
  • Views : 335
  • Modified Date : 2021-09-25 13:07:22

આજરોજ ડીસા ખાતે પ્રથમવાર શરૂ થયેલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત શ્રી પી ટી પટેલ સાયન્સ કોલેજમા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ટ્રસ્ટીશ્રી આશુતોષ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોલેજની વિદ્યાર્થિનીઓએ નવપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તિલક કરી આવકાર્યા હતા આ મંગલ પ્રસંગ નો આરંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો કોલેજની વિદ્યાર્થીનીઓ કુમારી રીટા ઋત્વી દીપીકા રોનિકા વગેરે એ પ્રાર્થના રજૂ કરી હતી સંસ્થાના આચાર્યે આનંદભાઈ soniye મહેમાનોનું હૃદયની ઊર્મિ થી સ્વાગત કર્યું હતું પ્રોફેસર એ.એમ. પટેલે સંસ્થા નો પરિચય કરાવ્યો હતો ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શાહે સાયન્સ કોલેજ શરૂ કરવાનું મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ત્રંબકલાલ જેઠાલાલ પટેલ નું સપનું સાકાર થયું તેનો રાજીપો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી આશુતોષ ભાઇ પટેલે પણ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી કેમ્પસ નિયામકશ્રી છગનભાઈ પટેલે કેમ્પસમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃતિઓ નો ખ્યાલ આપી ને સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા પરિવારના સભ્ય તરીકે આવકારીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાજુભાઇ રબારી બી.સી.એ કોલેજના આચાર્ય હિતેશભાઈ  મૈઢ, કોલેજના ઓ.એસ. શ્રી કે એસ ડામોર તથા ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પ્રોફેસર ખુશ્બુબેન ઠક્કર અને પ્રોફેસર અર્ચનાબેન માળીએ સુંદર સંચાલન કર્યું હતું તેમજ વિહાભાઇ પ્રજાપતિ આભારવિધિ કરી હતી.

Download Our B K News Today App



Related News