રંગોના તહેવાર હોળી પર મકાઈની ધાણીના મહત્વ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 12:08:51
  • Views : 212
  • Modified Date : 2022-03-17 12:08:51

 

રંગોના તહેવાર હોળી પર ધાણીનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે.. મકાઇના દાણામાથી બનતી ધાણીનું હોળીના તહેવાર પર ખૂબ જ મહત્વ હોય છે.. અને હોળીના તહેવાર પર લોકો મોટી માત્રામાં ધાણીની ખરીદી કરતાં હોય છે.

શહેરોમાં જેને પોપકોર્ન તરીકે ઓળખવામાં આવે છે તેને ગ્રામીણ વિસ્તારમાં ધાણી તરીકે ઓળખવામાં આવે છે.. મકાઇના દાણાઓને શેકીને તેમાથી ધાણી તૈયાર કરવામાં આવે છે.. આ ધાણીનો સહુથી વધુ ઉપયોગ હોળીના તહેવારમાં કરવામાં આવે છે.. હોળીના તહેવાર પર બાળકોની યોજાતી ઢૂંઢ ધાણી વગર અધૂરી માનવામાં આવે છે.. હોળી પર યોજાતી ઢૂંઢમાં બાળકોને ધાણીથી વધાવવામાં આવે છે.. આ ઉપરાંત જ્યાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં હોળી પ્રગટાવયા બાદ ધાણીનું ધૂપ આપવામાં આવે છે.. આ ઉપરાંત હોળી પર દીકરીઓને પણ ભેંટ સ્વરૂપે ધાણી આપવાની પ્રથા ચાલતી આવી છે.. અને હોળીના તહેવાર પર લોકો મોટી સંખ્યામાં ધાણીની ખરીદી કરતાં હોય છે..

હોળીના તહેવાર પર મકાઈની ધાણીની માંગ વધી જતી હોવાના લીધે સિંગ ચણાનો વેપાર કરતાં વેપારીઓ પણ હોળી પર ધાણીનું ખાસ ઉત્પાદન કરતાં હોય છે.. અને તેમની પાસે મોટી સંખ્યામાં લોકો ધાણીની ખરીદી કરતાં હોય છે.

Download Our B K News Today App



Related News