બનાસકાંઠાના ગુંદરીમાં ફૂડ પોઇઝનિંગની અસર એક જ પરિવારના 2 લોકોના મોત નિપજતા આરોગ્ય અને ફૂડ વીભાગે તપાસ હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:42:20
  • Views : 420
  • Modified Date : 2021-06-19 12:42:20

     ધાનેરા તાલુકાના ગુંદરી ગામ એ અઠવાડિયા અગાઉ ફૂડ પોઇઝનિંગની અસર થતા 6 લોકો ની તબિયત લથડી હતી,  જેમાં જમ્યા બાદ આકોલિયા પરિવારના બે મહિલાઓ સહિત ચાર પુરુષો ને અચાનક શરીર પર સુજન આવતા અસરગ્રસ્તો ની તબિયત ગંભીર બની હતી ઘટનાને પગલે અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન બે દિવસ અગાઉ જ્યોતિબેન આકોલીયા અને તેમની પુત્રી આરતી ની તબિયત વધારે બગડતા મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા જ ગામના જાગૃત લોકોએ તંત્રને જાણ કરી હતી જેથી ફુલ વિભાગ અને આરોગ્ય વિભાગે આજે અસરગ્રસ્ત લોકોના ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં શંકાસ્પદો તેના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી આરોગ્ય અને ભુજની ટીમોએ વિવિધ ખાદ્ય સામગ્રીઓ ની ચકાસણી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News