મૂર્તિકારને વરસાદનું વિઘ્ન નડ્યુ, 4 હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 14:15:11
  • Views : 102
  • Modified Date : 2023-07-03 14:15:11

 દેશભરમાં ગણેશ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ માટે ગણેશજીના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે ભગવાન ગણેશજીની માટીની મુર્તિનું અનેક સ્થળોએ સ્થાપન થતુ હોય છે.જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિઘ્ન નડ્યુ છે અને 10 માસમાં તૈયાર કરાયેલ વિઘ્નહર્તાની મુર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મુર્તિઓ ફરી માટી બની ગઈ છે. 4 હજારથી વધુ મુર્તિઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તમામ મુર્તિઓ ગણેશ ઉત્સવ પહેલા જ વિસર્જન થઈ ગઈ છે.

Download Our B K News Today App



Related News