ડીસા તાલુકાના આશેડા ગામમાં આજે ગ્રામજનો દ્વારા શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:50:56
  • Views : 403
  • Modified Date : 2021-08-21 11:50:56

     ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું એક અનેરૂ મહત્વ રહેલું હોય છે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ હિન્દુ ધર્મના લોકો ભક્તિ શક્તિ અને આસ્થા સાથે જોડાઈ ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરતા હોય છે શ્રવણ મહિનાના એક મહિના સુધી હિન્દુ ધર્મના લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં રંગાઈ અને ઉપાસના કરી પૂજા અર્ચના કરતા હોય છે શ્રાવણ માસના એક મહિનામાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરોની પ્રતિષ્ઠા પણ કરવામાં આવતી હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામે શંકર ભગવાનને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ડીસા તાલુકાના આશેડા ગામમાં આજે ગ્રામજનો દ્વારા શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આજે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભગવાન શંકરના મંદિરે ધાર્મિક વિધિ વિધાન મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા દરમિયાન ભગવાન ભોળાનાથ ની મૂર્તિ નું બબા ભાઈ મેવાભાઈ નોગોહ તેમજ બબાભાઈના પુત્ર મોતીભાઈ ના સ્મરણાર્થે શ્રાવણ માસમાં શંકર ભગવાનની મૂર્તિનું અર્પણ કરવામાં આવી હતી.તેમાં આસેડા ગામના મોતીભાઈ ના ઘરેથી શંકર ભગવાનની મૂર્તિને ધામ-ધૂમ મંદિર સુધી લાવી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આસેડા ગામ માં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રા બાદ આસેડા ગામના લોકોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News