પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાઓએ જ ઉતાર્યો મોતને ઘાટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 16:45:35
  • Views : 179
  • Modified Date : 2023-08-13 16:45:35

અમદાવાદમાં ઘોર કળયુગના સમયને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ગિરફતમાં ચાર આરોપીઓ ઝડપાયા છે. જેમણે જમાઈને જ મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટના એવી હતી કે યુવક રિસામણે બેઠેલી પત્નીને પરત લાવવા ગયો અને સાસરિયાએ મારમારીને એસિડ પીવડાવી યુવકની હત્યા કરી દીધી હોવાનો બનાવ બન્યો હતો. આ ચકચારી ઘટના માધુપુરા વિસ્તારની છે. ઘટનાની વાત કરીએ તો ગીતામંદિર પાસે રહેતા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી તેને મનાવીને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ માધુપુરાના સાસરી ગયા હતા.મહત્વનુ છે કે તેઓ પત્નીને મનાવવા ગયા તે પહેલા તેઓને સપને પણ ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ દિવસ હશે. રિસાયેલી પત્નીને મનાવતા અચાનક પત્ની ઉશ્કેરાઈ ગઈ અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા સાસુ શકુ પરમાર,સસરા મનોજ અને કૌટુંબિક સાળા દિપક પરમારે પ્રહેલાદભાઈને મૂઢ મારમાર્યો. જે બાદ ઘરની નીચે લઈ જઈ ચારેય લોકોએ ભેગા મળી પ્રહલાદભાઈને એસિડ પીવાડી દીધું હતું. સારવાર દરમિયાન પ્રહલાદભાઈ મોત થતા હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે ગણતરીના કલાકો પત્ની સહિત ચારેય લોકોની ધરપકડ કરી.મૃતક પ્રહલાદભાઈને એસિડ પીડાવાની હત્યા કર્યા બાદ સાસરિયા પક્ષ ફરાર થઈ ગયા હતા. માધુપુરા પોલીસે ચારેય આરોપીઓ અલગ અલગ સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસમાં મૃતક પ્રહલાદભાઈ અને પત્ની શિલ્પના લગ્ન 2010માં થયા હતા. તેઓને સંતાન માં બે દીકરીઓ છે. બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ અને પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી છેલ્લા એક મહિનાથી પત્ની શિલ્પા પોતાના પિયર માધુપુરા જતા રહ્યા હતા. મૃતક પ્રહેલાદ ભાઈ પત્નીને ઘરે પરત લાવવા અનેક પ્રયત્નો કર્યા પરતું પત્ની પરત નહિ આવતા પ્રહલાદભાઈ 11 ઓગસ્ટ રાત્રી પત્નીને લેવા જતા રહ્યા હતા. આજ રાત્રે પત્ની અને સાસરિયાએ મળીને એસિડ પીવડાવીને હત્યા કરી દીધી હતી.પકડાયેલ ચારેય આરોપી પોલીસની પૂછપરછમાં સહકાર આપતા નથી. સાથે જ બનાવને લઈ ગોળ ગોળ વાત કરી રહ્યા છે. ત્યારે મૃતક પ્રહલાદભાઈને હત્યા માટે એસિડની બોટલ કોણ લઈને આવ્યું હતું. જેને લઈ આરોપીના રિમાન્ડ લઈ પૂછપરછ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News