વાપીના અંબાચમાં પત્ની બે સંતાન સાથે અલગ રહેતી હોવાથી પતિએ આડા સંબંધની શંકામાં પત્નીને માર મારી હાથની બે આંગળી કાપી નાખી, હોસ્પિટલમાં દાખલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 14:36:22
  • Views : 276
  • Modified Date : 2020-12-27 14:36:22

    વાપીના અંબાચ ગામે બે સંતાન સાથે રહેતી મહિલા ઉપર અન્ય સાથે આડા સંબંધની શંકા રાખી દુબઇ રિટર્ન પતિએ કોયતાથી હુમલો કરી તેની બે આંગળી છુટી કરી નાંખી હતી. ત્યારબાદ મારવાની ધમકી આપી ફરાર થઇ જતા મહિલા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે અંગે ડુંગરા પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વાપીના અંબાચ ચાર રસ્તા પાસે મનોજ પટેલની રૂમમાં રહેતા સોનલબેન પટેલ તેમના બે સંતાન સાથે રહે છે અને વાપી જીઆઇડીસી ખાતે ઇ-મેડિકલ કંપનીમાં નોકરી કરી ઘર ગુજરાન ચલાવે છે. તેમનો પતિ નિતીન રમેશ પટેલ અગાઉ દુબઇમાં સેન્ટીંગ ફીટરનું કામ કરતો હતો અને ત્રણ મહિના પહેલા જ અંભેટીમાં પોતાના ઘરે આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી પત્ની સોનલ ઉપર ખોટો વહેમ રાખી દુબઇથી ફોન કરીને આક્ષેપ કરતો હતો. જેથી 8 માસ પહેલા સોનલબેન પતિને છોડી બંને સંતાનોને લઇ અંબાચમાં રહેવા આવી ગયા હતા.

    મંગળવારે સોનલબેન કંપનીમાંથી કામ કરી સાંજે ઘરે પહોંચ્યા હતા. તે સમયે પતિ નિતીન ત્યાં આવી પહોંચ્યો હતો. તારો બીજા પુરૂષ સાથે આડો સંબંધ છે તો કોની સાથે છે કહી ઢીકમુક્કીનો માર મારી કોયતાથી માર મારતા ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ કપાઇને છુટી પડી ગઇ હતી. લોહીલુહાણ કર્યા બાદ મારી નાંખવાની ધમકી આપી પતિ ફરાર થઇ ગયો હતો.


Download Our B K News Today App



Related News