સિદ્ધપુરમાં 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવા તેમજ રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવા જેવી માંગોને લઈ ભૂખ હડતાળની ચીમકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 13:11:51
  • Views : 234
  • Modified Date : 2021-05-02 13:11:51

     સિદ્ધપુર શહેરમાં કોરોનાની સારવાર માટે 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવા તેમજ રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવા જેવી માંગોને લઈ સિદ્ધપુરના સમાજ સેવક યુવાનો દ્વારા સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજુવાત કરી છે અને તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી તા.1 મે થી મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી  જોકે આજે આ યુવાનોને પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તેમની માંગણી ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી આપતા અંતે હાલમાં આ ભૂખ હડતાલ મુલતવી રાખવામાં આવી હતી.

     હાલમાં કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા સિદ્ધપુરની હોસ્પિટલમાં કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી કોરોનાના દર્દીઓને ઓક્સિજન વિના જીવ ગુમાવવો પડે છે. તેમજ તાજેતરમાં સિદ્ધપુર રોટરી ક્લ્બ દ્વારા વેન્ટિલેટર મશીન આપવામાં આવ્યું હોવા છતાંય હજુ કાર્યરત કર્યું નથી ત્યારે સિદ્ધપુરની જનતાના હિત માટે વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો તા.1 મે થી મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી આંદોલન કરવામાં આવસે એવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી જોકે આજે કલેક્ટર સાથેની બેઠકમાં આ સમસ્યાનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

Download Our B K News Today App



Related News