ડીસા એસટી ડેપોના કર્મચારીઓ ની માનવતા મહેકી ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:02:42
  • Views : 275
  • Modified Date : 2022-03-14 12:02:42

ડીસા એસટી ડેપોના કર્મચારીઓ ની માનવતા મહેકી ઉઠી

 

ગતરોજ મોડી સાંજના સમયે અમદાવાદથી વડગામના એક યુવક ડીસાની સરકારી બસમાં ડીસા આવવા માટે બેઠો હતો. જીવક ડીસા પહોંચતાની સાથે તેના ખીસ્સામાં પડેલ પાકીટ બસની સીટ માં રહી ગયું હતું જેમાં તેના અગત્યના ડોક્યુમેન્ટ્સ અને 1000 રૂપિયા રોકડ હતી બસ મુસાફરો નવા બસ સ્ટેન્ડ ખાતે ઉતારીને જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ડેપોમાં સર્વિસ માટે આવી હતી જ્યાં ફરજ પરના કર્મચારીઓએ બસ ની સફાઈ કરતી વખતે બસની સીટ માંથી પાકીટ મળી આવ્યું હતું જેથી તેઓએ તાત્કાલિક ધોરણે યુવકનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું જે બાદ મોડી રાત્રે યુવકનો સંપર્ક થતાં તેને જુના બસ સ્ટેન્ડ ખાતે બોલાવી બસના કર્મચારીઓએ યુવકને પાકીટ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News