નામદાર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે દિશામાં બળાત્કારના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે આરોપીને 10 વર્ષની સખત કેદની અને અને રૂપિયા 10.000 હજારનો દંડ અને જો દંડ રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સખત કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:34:23
  • Views : 276
  • Modified Date : 2022-04-17 11:34:23


નામદાર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે દિશામાં બળાત્કારના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે આ બનાવની હકીકત એવી છે કે આરોપી કમલેશભાઈ ચમનભાઈ મજીયાતર રહે ભોંયણ તાલુકો ડીસા વાળો ભોગ બનનાર સગીર વયની દીકરીને અગાઉ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ગાડીમાં બેસાડી દિલ્હીમાં દિનેશભાઈ મફાભાઈ મજીયાતર ના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો તે બાબતે ફરિયાદ બળાત્કારનો ભોગ બનનાર પિતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપી હતી અને ત્યારબાદ સદર ગુનાના કામે તપાસ કરનાર અધિકારી એ યોગ્ય તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ સમગ્ર કેસમાં મેજિસ્ટેટ બી.જે દવે સાહેબ નામદાર બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી ડીસા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ નીલમબેન વકીલની સ્ત્રીઓ પર થતા અત્યાચાર તથા તાજેતરમાં સગીર વયની દીકરીઓ ઉપર બળાત્કારના ગુનામાં વધતા જતા હોય આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા ભારપૂર્વક દલીલો કરી હતી જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી કમલેશભાઈ ચમનભાઈ ને ઈ. પી.કો કલમ-376(2)(એન) તથા પોસ્કો એક્ટ ની કલમ સોના ગુનામાં કસૂરવાર ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10.000 હજારનો દંડ અને જો દંડ રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સખત કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ આરોપીની દિનેશભાઈ મફાભાઈ મજીયાતર ને ઇ.પી.કો કલમ-12 ના ગુનામાં કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૧૦૦૦ના દંડ કરેલ. અને ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી બનાસકાંઠાની આ ગામના ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવે છે આમ નામદાર કોર્ટે હાલમાં વધતા જતા બળાત્કારના ગુનામાં અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના કેસમાં સભ્ય સમાજમાં ઉદાહરણ દેશે તેવો અને ભવિષ્યમાં આવા ગુનાઓ નું પુનરાવર્તન ન થાય તે માટે મહત્વનો ચુકાદો આપેલ છે.

Download Our B K News Today App



Related News