ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 15:19:35
  • Views : 64
  • Modified Date : 2024-03-14 15:19:35

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. ગુજરાતના વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેઓએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે પહેલા ખૂબ તકલીફોનો અનુભવ કર્યો છે. પાકિસ્તાનમાં જંગલરાજનો અનુભવ કરી અહીં આવ્યા હતા. હવે અમને નાગરિકતા આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં અમને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે.મહત્વનું છે કે ગુજરાતમાં 10,000 શરણાર્થીઓને CAA કાયદાનો લાભ મળશે. અત્યાર સુધી 3000 નાગરિકોને ગુજરાતમાં નાગરિકતા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાન સિંધ પ્રાંતથી હિજરત કરીને લોકો આવ્યા હતા.

Download Our B K News Today App



Related News