ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર આશરે લેતા બીમાર વ્યક્તિને આશ્રય અપાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 13:25:58
  • Views : 251
  • Modified Date : 2021-12-15 13:25:58

 

ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર આશરે લેતા બીમાર વ્યક્તિને આશ્રય અપાયો હતો. ડીસા શહેરમાં ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ઠંડી પડે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીએ ડીસા શહેરમાં તેનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે જેના કારણે સવારથી જ ઠંડીએ જોર પકડતાં તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ત્યારે ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી કડકડતી ઠંડીના કારણે એક વ્યક્તિ ડીસા ની બજાર માં આવેલ ફૂટપાથ પર બિમાર હાલતમાં પડયો હતો જેના પરિવારમાં કોઈ ન હોવાના કારણે તેની સારવાર કરાવવા વાળો પણ કોઈ ન હતું આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ ને જાણ કરતાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ બિમાર વ્યક્તિની પાસે પહોંચ્યા હતા જ્યાં આ વ્યક્તિને પૂછતાછ કરતા તેણે પોતાનું નામ આસારામ પરમાનંદ સિંધી હોવાનું જણાવ્યું હતું અને તે છેલ્લા છ મહિનાથી ડીસામાં કાર્યરત વૃદ્ધાશ્રમમાં રહેતા હતા પરંતુ તેમને વૃદ્ધાશ્રમમાં આવતું હોવાના કારણે તેઓ વૃદ્ધ આશ્રમ છોડીને છેલ્લા ત્રણ દિવસથી આમતેમ ફરી અને પોતાનું જીવન પસાર કરતા હતા હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જે બાદ  આસારામભાઈની હાલત ગંભીર હોવાના કારણે તેઓને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી બાદમાં તમે દાખલો તેમની પરિસ્થિતિ સારી થાય તે માટે ડીસામાં કાર્યરત નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સત્તા સંચાલિત ઘરવિહોણાં આશ્રયસ્થાન મૂકવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News