કોરોનાના વધતા કેસને લઈને CM રૂપાણીએ કહ્યું - રાજકોટને આવતીકાલે RT-PCR ટેસ્ટ માટે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 16:56:40
  • Views : 221
  • Modified Date : 2021-04-09 16:56:40

    ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ રાજકોટ શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા આજે રાજકોટમાં CM વિજય રૂપાણી કલેકટર કચેરી ખાતે આવી ગયા છે. થોડીવારમાં તેઓ કલેકટર કચેરીએ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી વધતા કેસ અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી તેમણે જણાવ્યું હતું કે - રાજકોટને આવતીકાલે RT-PCR ટેસ્ટ માટે વધુ એક મશીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આવી જતા લોકોએ આમ-તેમ રખડવું નહીં પડે. કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ ડે.CM, આરોગ્ય સચિવ જયંતી રવિ સ્પેશ્યલ નોડલ ઓફિસર સ્તુતિ ચારણ હાજર રહ્યા હતા.

    હાલ કોરોના અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના બીજી લહેર વ્યાપક પ્રમાણ માં ચાલી રહી છે,ગઇકાલે દેશમાં 1 લાખ થી વધુ કેસ નોંધાયા હતા. તો ગુજરાતમાં પણ 4000 થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. માટે અમે ટેસ્ટિંગ વધારવું એવો નિર્ણય કર્યો છ. દરરોજ સવા લાખ કેસ કરી છીટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે.

    CM રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના મોટા ભાગના દર્દી જે આવે છે તેને માઇલ્ડ સીમટોમેટિક અને A સીમટોમેટિક હોય છે. માટે માઇલ્ડ સીમટોમેટિક દર્દીને ઘરે આયસોલેટ રહેવા સૂચના આપવામાં આવે છે. બેડ સચવાય જરૂરિયાત ને મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. અમે 500 બેડ માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ , ટ્રોમા સેન્ટર માં પણ 200 બેડ મળશે. ગ્રામ્ય વિસ્તારમાં તમામ PHC સેન્ટર અને સમાજની મોટી વાડી અથવા મોટી જગ્યા પર 15 બેડની વ્યવસ્થા કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીમાં નવી લેબ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. ટુક સમયમાં શરૂ થઇ જશે.વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે,અત્યારે રેમડેસીવીર ની અછત વર્તાય છે. બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે તેની ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 14 થી 15000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે.

    વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા થી લીવર અને કિડની પર અસર પહોંચે છે.રાજકોટ IMA ના તબીબો સાથે મળી મુખ્યમંત્રીને 600 બેડ કોવિડ માટે આપવા ખાતરી આપી છે. અને અમે ટેસ્ટિંગ વધારવા સૂચના આપી છે. કારણ કે કોરોનાના પોઝિટિવ કેસ શોધવા ટેસ્ટિંગની વધારવું આવશ્યક છે. મારી રાજકોટ વાસીઓને વિનંતી છે કે થોડા દિવસ સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી લોકો સાથ આપે પછીએ વૃધ્ધ હોય કે યુવાન, બાળક હોય કે સ્ત્રી મહેરબાની કરીને જરૂર ન હોય તો બહાર ન નીકળો. બાકી રાજકોટે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમામ રીતે મદદરૂપ બનશે. આ ઉપરાંત CM વિજય રૂપાણીએ વધુ પડતા કોરોનાગ્રસ્ત વિસ્તાર સીલ કરવા સૂચના આપવામાં આવી છે.હાલ ગુજરાત સરકારે RT-PCR ટેસ્ટ માટે 11 મશીન ખરીદ કર્યા છે. રાજકોટમાં RT-PCR ટેસ્ટ માટે વેઇટિંગ છે આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.


Download Our B K News Today App



Related News