અમદાવાદના મકરબામાં આવેલા બગીચાનો અદ્યતન ટેકનોલોજીનો વૉક-વે ધોવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 14:39:24
  • Views : 106
  • Modified Date : 2023-07-04 14:39:24

 અમદાવાદમાં વરસાદી માહોલમાં અનેક રસ્તા ડીસ્કો-ડાંડિયા બની ગયા છે. સિઝનના પહેલા જ વરસાદમાં સ્માર્ટ નગરી જાણે ખાડા નગરીમાં ફેરવાઈ ગઈ છે. રસ્તાની સાથે જ હવે બગીચાના વૉક-વે પણ ધોવાઈ ગયા છે. મદાવાદના મકરબા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવેલો રબરનો વૉક-વે રસાદમાં ઠેર-ઠેર તૂટ્યો છે. અહીં એક જ વર્ષમાં વારંવાર થીગડા મારવા પડયા છે. આ વૉક-વે તૂટતા જ સવાર-સાંજ વોકિંગ કરવા આવતા વૃદ્ધોને પારાવાર હાલાકી પડી રહી છે. કેટલાક લોકો તો ખાડામાં પગ મૂકતા જ પડી જાય છે.સ્થાનિકો અહીં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. રુપિયા 5.50 કરોડના ખર્ચે થયેલું નિર્માણકાર્ય તૂટતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર હાજી મિર્ઝાએ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કરોડોનું કામ એક જ વર્ષમાં બગડી જાય તે પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય છે. આ મુદ્દે દોષિતો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકોની માગ છે.

Download Our B K News Today App



Related News