મહેસાણા તાલુકાના વિજાપુરની પામોલ દૂધ મંડળીમા પશુપાલકોએ હોબાળો મચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 13:23:27
  • Views : 81
  • Modified Date : 2024-03-15 13:23:27

વિજાપુર તાલુકાના પામોલ ગામે આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદકોએ હોબાળો મચાવ્યો છે. પામોલ ગામના દૂધ ઉત્પાદકોએ મંડળી પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દૂધ મંડળીનો કર્મચારી પશુ આહારમાં 50 રુપિયા વધારે વસૂલતો હોવાનું સામે આવતા વિવાદ અગાઉ સર્જાયો હતો. જેને લઈ કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો. પરંતુ 10 દિવસ બાદ તેને ફરીથી ફરજ પર લેવામાં આવતા જ દૂધ ઉત્પાદકો રોષે ભરાયા હતા.અગાઉ પણ 80 રુપિયા પશુ આહારમાં વધારે લેવાતા હંગામો થયો હતો. જેમાં જે 80 રુપિયા રકમ પરત કરવામાં આવી હતી. તો વળી આક્ષેપો કર્યા હતા દૂધ ઉત્પાદકોએ કર્મચારી દ્વારા મળતીયાઓના દૂધના ફેટમાં વધારો કરીને ફાયદો કરાવાય છે. તો વળી હોબાળા દરમિયાન મંડળી પર ગામના સ્થાનિક સરપંચ પણ દૂધ ઉત્પાદકોના સમર્થનમાં પહોંચ્યા હતા.

Download Our B K News Today App



Related News