મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી, CMD સામેના આરોપો બદલ પોલીસે સમરી રિપોર્ટ રજૂ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:08:42
  • Views : 78
  • Modified Date : 2024-03-02 14:08:42

અમદાવાદના કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો આરોપના કેસમાં પોલીસના સમરી રિપોર્ટ સામે યુવતી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતી પોલીસે આપેલા રિપોર્ટનો વિરોધ કરશે. આ માટે યુવતી વતી તેના વકીલ કોર્ટમાં દલીલ કરશે.કેડિલાના CMD રાજીવ મોદી સામે થયેલી દુષ્કર્મની ફરિયાદમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે થયેલી ફરિયાદમાં પુરાવાના અભાવને કારણે તેમને ક્લિન ચીટ મળી ગઇ હોવાનું સામે આવ્યું છે. રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી.આ મામલે પોલીસે 8 વખત સમન્સ પાઠવ્યા બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં આખરે પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે.આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાનું મનાઇ રહ્યું છે.દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ રાજીવ મોદી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.જે બાદ ગત સપ્તાહે તેઓ અચાનક જ તેમની વકીલ ટીમ સાથે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને તેમણે તપાસમાં સહયોગ આપવાની વાત કરી હતી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અંદાજે 5 કલાક સુધી રાજીવ મોદીની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.પોલીસે રાજીવ મોદીના કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે.A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે,પરંતુ આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય, ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી.વળી આ કેસમાં ફરીયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે.જો કે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે.મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે.પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમકોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલી અરજી નિરર્થક થઈ છે.જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે.

Download Our B K News Today App



Related News