હારીજ થરા બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી ૨૦ મુસાફરોનો જીવ બચ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 12:18:11
  • Views : 530
  • Modified Date : 2020-10-23 12:18:11

   હારીજ ડેપોની એસ.ટી. બસ લઇ થરા જઇ રહી હતી ત્યારે ડ્રાઈવરને ચાલુ બસે છાતીમાં દુઃખાવો ઉપાડ્યો હતો. બસ ડ્રાઈવરે તાત્કાલિક પોતાની કોઠાસૂઝ વાપરી બસને સાઈડમાં ઊભી કરી ૧૦૮ ને ફોન કરી દીધો હતો. હારીજ સરકારી રેફરલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.

  ગુરુવાર સવારે હારીજથી થરા બસ વેજાવાડા નજીક પહોંચતાં ડ્રાઈવર રાબેતા મુજબ ઉપડી હતી. જે બસ ડ્રાઇવર વસંતભાઇ રાવળને ચાલુ બસે છાતીના ભાગ પર દુઃખાવો થવા લાગ્યો હતો. બસમાં ૨૦ જેટલા મુસાફરો સવાર હતા જ્યાં ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસ ઉભી રાખી ૧૦૮ને જાણ કરતાં તાત્કાલિક હારીજ સરકારી દવાખાને ખસેડાયા હતા. ફરજ પરના તબીબના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરને બીપીની તકલીફ હોવાથી છાતીમાં દુખાવો થયો હતો.

Download Our B K News Today App



Related News