થરાદના દાંતીયામાં ઘરમાં માંસ લટકતું જોવા મળતાં જીવયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 12:12:29
  • Views : 916
  • Modified Date : 2021-11-17 12:12:29

 

થરાદના દાંતીયા ગામમાં એક ઘ૨ માં માંસ સુકાતું હોવાની બાતમી મળતાં ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી હતી . ઘટના સ્થળએ પહોંચેલી પોલીસએ માંસને એફ.એસ.એલ.માં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે . ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે . ગૌરક્ષા દળ બનાસકાંઠાના અધ્યક્ષ રોનક ઠક્કરને દાંતીયા ગામમાં ગૌમાંસ એક ઘરમાં સુકાતું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી . આથી તેમણે થરાદ પોલીસને જાણ કરતાં આઉટપોસ્ટ પોલીસ મથકના કર્મચારી ખેમજીભાઈ પટેલ સ્ટાફ સાથે ગામમાં જઈને નગાભાઈ વાલ્મિકી નામના ગ્રામજનના ઘરે તપાસ કરતા સુકવેલું માંસ મળી આવ્યું હતું . આથી તેમણે થરાદ પોલીસ મથકે જાણવાજોગ રજીસ્ટરે નોંધ કરાવી હતી . પોલીસે માંસ શેનું છે તેની ચકાસણી કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લીધી હતી . બનાવને લઇને થરાદ પંથકમાં અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી . જીવદયા ગૌરક્ષાના અધ્યક્ષ રોનક ઠક્કરે જણાવ્યું હતું કે ગૌરક્ષકો દ્વારા તપાસ કરાતા મૃત ગાયના અવશેષો પણ ઉપરોક્ત ગ્રામજનો ઘરની આજુબાજુમાંથી મળી આવ્યા હતા . આથી તેમણે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.'ગૌરક્ષકોએ નગાભાઈ વાલ્મિકીના ઘરમાં માંસ સુકાતું હતું . તેથી તેની પત્નીની પૂછપરછ કરી હતી . જેમાં તેણીએ તેના પતિ અને અન્ય શખ્સો દ્વારા મળીને ગાયને સાંકડીને બાદમાં નિર્મમ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી . અબોલ ગાય તેમના ખેત૨ માં રંજાડ કરતી હોવાના કારણે પતિએ પગલું ભર્યું હોવાનું પણ તેણીએ જણાવ્યું હતું .

Download Our B K News Today App



Related News