ડીસામાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે જી.જે વિધાસંકુલના કોવિડ કેર સેન્ટરમાં ડૉક્ટરોનો અનોખો પ્રયાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 11:45:44
  • Views : 379
  • Modified Date : 2021-05-01 11:45:44

     બનાસકાંઠામાં કોરોનાના વધતા કેસોને લઈને હોસ્પિટલમાં બેડ ખાલી હોવાથી કોરોનાગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ વધી છે જેને લઈને હવે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવા લોકોની મદદે આવી રહી છે જેમાં ડીસાના માળી સમાજની જી.જે વિધાસંકુલમાં 50 બેડનું કોવિડ-કેર સેન્ટર ઉભું કરાયું છે જ્યાં દર્દીને તમામ પ્રકારની મફત સગવડ આપવામાં આવી રહી છે.

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી કોરોનાવાયરસ ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ કોરોનાવાયરસ ના કેસ ડીસા અને પાલનપુરમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ હાલમાં સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે જેના કારણે અનેક કોરોના દર્દીઓને સમયસર સારવાર પણ નથી મળી રહી. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન ઘટવાના કારણે અનેક દર્દીઓના મોત પણ નિપજ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ બહુ ગંભિર જોવા મળી રહી છે. ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં કોરોનાવાયરસ ના નવા કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ ૨૦૦થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં બે હજારથી પણ વધુ દર્દીઓ સામે આવ્યા છે ત્યારે વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

     બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજીથી વધી રહ્યું છે જેના લીધે અનેક લોકો કોરોનાની ઝપટમાં આવીને સંક્રમિત થઈ રહ્યા છે જોકે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા  કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને તેમની મુસીબતો વધી છે જેને લઈને હવે આવા લોકોની મદદે અનેક સમાજો અમે સામાજિક સંસ્થાઓ આવી રહી છે જેમાં ડીસાના માળી સમાજની જી.જે વિધા સંકુલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર મળી રહે તે માટે 50 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં હાલ 50 જેટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તમામ દર્દીઓને  માળી સમાજના ડૉક્ટરો સહિત અનેક ડોક્ટરો સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત સેન્ટરમાં દર્દીઓને રહેવા તેમજ ખાવા-પીવાની અને દવાઓની સગવડ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે પીવાના પાણીની અને પંખા તેમજ એસીની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે .અને જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News