ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ ગ્રામ પંચાયતનો રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 10:59:43
  • Views : 262
  • Modified Date : 2022-05-14 10:59:43

 ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ ગ્રામ પંચાયતનો રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારનો વિકાસ આગળ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે સુવિધાઓ દર વર્ષે આપવામાં આવતી હોય છે તે સુવિધાઓ ગ્રામીણ વિસ્તારમાં પણ ઉપલબ્ધ થાય અને ગ્રામીણ વિસ્તારના લોકોએ સરકારી કામકાજ અર્થે શહેરી વિસ્તાર સુધી ના આવવું પડે તે માટે હાલમાં સરકાર દ્વારા તમામ સુવિધાઓ ગ્રામીણ વિસ્તારમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામ એ પણ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા અને રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ના હસ્તે નવીન ગ્રામ પંચાયત નું ખાતમુરત કરવામાં આવ્યું હતું.ડીસા તાલુકાના આસેડા ગામ યોજાયેલ ગામ પંચાયત ખાતમુરત કાર્યક્રમમાં  કિર્તીસિંહ વાઘેલા, શિક્ષણ મંત્રી અને દિનેશભાઈ અનાવાડિયા રાજય સભાના સાંસદ,આસેડા ગામના સરપંચ બબીબેન નાગજીભાઈ દેસાઈ, અને ડેપ્યુટી સરપંચ બાબુજી ઠાકોર અને મોહમ્મદસિંગ શક્તિ કેન્દ્ર ના પ્રમુખ, નવા ગ્રામ પંચાયતના સરપંચ કુંવરજી ઠાકોર અને જોગાભાઈ ખરડોસણ ગામ પંચાયત સરપંચ નરસિંહભાઇ દેસાઈ,આશા દૂધ મંડળી મંત્રી અમૃતભાઈ દેસાઈ અને મગનભાઈ દેસાઈ ચેરમેન અને બાબુભાઇ દેસાઇ મંત્રી અને અભેસિંગ ઠાકોર આને રામાભાઈ દેસાઈ અને બાબુભાઈ શ્રીમાળી ગામ પંચાયત સભ્ય શ્રી આને આસેડા ગામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને ભાજપના કાર્યકર્તાઓ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News