સરકારે પોસ્ટરમાં જે ખુશ ખેડૂતની તસવીર લગાવી તેણે સામે આવીને કહ્યું- હું તો સિંધુ સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં ધરણાં કરી રહ્યો છું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 14:15:19
  • Views : 355
  • Modified Date : 2020-12-23 14:15:19

    કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપનું એક પોસ્ટર સામે આવ્યું છે. પંજાબ ભાજપે જે હરપ્રીત સિંહને પોસ્ટરમાં ખુશ ખેડૂત તરીકે રજૂ કરાયો છે, અસલમાં તે સિંધુ સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં ધરણાં કરી રહ્યો છે. હરપ્રીત સિંહના પોસ્ટર અંગે સોશિયલ મીડિયામાં ખૂબ જ હોબાળો મચ્યો છે. આ પછી પંજાબ ભાજપે તેના ફેસબુક પેજ પરથી આ પોસ્ટર ડિલીટ કરી દીધું છે. પોસ્ટરમાં ભાજપે જે ખેડૂતને ખુશખુશાલ રીતે દર્શાવ્યો છે, ખરેખર તે ખેડૂત તો સિંધુ સરહદે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યો છે.નવા કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલુ છે. આ દરમિયાન ભાજપે એક પોસ્ટર જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે પંજાબમાં લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)થી ખેડુતો ખુશ છે. ખાસ વાત એ છે કે આ પોસ્ટરમાં ખુશ ખેડૂતની તસવીર પણ લગાવાઈ હતી, તેનું નામ હરપ્રીત સિંહ છે.

    હરપ્રીત સિંહના જણાવ્યા અનુસાર, પંજાબ ભાજપે તેમની 6-7 વર્ષની જૂની તસવીરનો ઉપયોગ તેના પોસ્ટરમાં કર્યો હતો. તેઓ કહે છે કે મારી મંજૂરી વગર ભાજપે મારી તસવીરનો ઉપયોગ કર્યો, જ્યારે હું સિંઘુ બોર્ડર પર અડગ રહ્યો છું અને નવા કૃષિ કાયદાઓ સામે પ્રદર્શન કરી રહ્યો છું.હરપ્રીતસિંહે કહ્યું કે કોઈ પણ ખેડૂત નવા કૃષિ કાયદાથી ખુશ નથી. ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ક્યારેય પણ સિંઘુ સરહદ પર આવી નથી અને ન તો તે જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ ખેડુતો આ કાયદાની વિરોધમાં છે. ખેડુતો નવા કૃષિ કાયદાઓને સંપૂર્ણ રીતે નકારી રહ્યા છે અને તેમનો ગુસ્સો વધી રહ્યો છે.પંજાબના હોશિયારપુર જિલ્લામાં રહેતો હરપ્રીત સિંહે કહ્યું કે સરકાર ભલે કહી રહી છે કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટેના છે. પરંતુ અમે જાણીએ છીએ કે આ નુકશાનીનો સોદો છે. અમે અમારું આંદોલન ત્યારે જ સમેટીશું , જ્યારે આ કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે. હરપ્રીત સિંહની તસવીરના ઉપયોગ બાબતે પંજાબ ભાજપ ચીફ અશ્વિની શર્માએ કહ્યું કે મને પણ આ જાણકારી મળી છે, હું તપાસ કરીને જણાવીશ.


Download Our B K News Today App



Related News