સરકાર ટેસ્ટિંગમાં વધારો કરી રહી નથી; એક મહિના પહેલાં દરરોજ 8-10 હજાર કેસ પર 7-8 લાખ ટેસ્ટ કરવામાં આવતા હતા; હવે 18 હજાર કેસ પર પણ એટલા જ ટેસ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 12:01:51
  • Views : 206
  • Modified Date : 2021-03-08 12:01:51

    દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. રવિવારે 18,650 નવા દર્દી મળી આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે આંકડો 18 હજારને પાર થઈ ગયો. 14,303 દર્દી સાજા થયા અને 97એ પોતાનો જીવ ગુમાવ્યો. એક્ટિવ કેસની સંખ્યામાં 4246નો વધારો થયો છે. હવે કુલ 1 લાખ 85 હજાર 886 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

    ચિંતાનો વિષય છે કે સંક્રમણના વધતા જતા કેસો હોવા છતાં સરકાર ટેસ્ટિંગમાં વધારો કરી રહી નથી. 8થી 10 ફેબ્રુઆરીની વચ્ચે જ્યારે દરરોજ 8-10 હજાર કેસ આવતા હતા, ત્યારે દરરોજ 6-7 લાખ ટેસ્ટ કરવામાં આવતા હતા. હવે જ્યારે નવા કેસની સંખ્યા બમણી થઈને 18 હજારને પાર થઈ ગઈ છે, ત્યારે પણ દરરોજ 7.50 લાખ સુધી જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 12 લાખ 29 હજારથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 કરોડ 8 લાખ 80 હજારથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. 1 લાખ 57 હજાર 890 દર્દી મૃત્યુ પામ્યા હતા. 1 લાખ 85 હજાર 886 દર્દીની સારવાર ચાલી રહી છે.

    આ દરમિયાન દેશના આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનનું કહેવું છે કે ભારતમાં કોરોના હવે સમાપ્ત થવાની આરે છે. તેમણે કહ્યું હતું કે આ સ્તરે સફળ થવા માટે આપણે ત્રણ બાબતને સ્વીકારવાની જરૂર છે. વેક્સિનેશન અભિયાનથી રાજકારણને દૂર રાખો, વેક્સિન પાછળના વિજ્ઞાન પર વિશ્વાસ કરો અને નક્કી કરો કે આપણા પોતાના લોકોને સમયસર વેક્સિન લગાવવામાં આવે.

    કોરોનાના વધતા કેસને જોતાં મહારાષ્ટ્ર સરકારે સંભાજીનાગર (ઔરંગાબાદ)માં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ આદેશ 11 માર્ચથી 4 એપ્રિલ સુધી લાગુ રહેશે. વીકએન્ડ પર અહીં સંપૂર્ણ રીતે લોકડાઉન હશે. આ દરમિયાન સ્કૂલો, કોલેજ અને મેરેજ હૉલ બંધ રહેશે.દેશમાં અત્યારસુધીમાં 240 દર્દીમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ સ્ટ્રેન ખૂબ જ ખતરનાક અને ઝડપી ફેલનારો છે. UK, બ્રાઝિલ અને અમેરિકામાં તેથી મુશ્કેલી પડી રહી છે. આ સ્ટ્રેનથી હવે એવા લોકોમાં પણ સંક્રમણ મળી રહ્યું છે જેઓ ક્યારેય વિદેશ ગયા નથી.


Download Our B K News Today App



Related News