1 મેથી શરુ થનારા 18+ના રસીકરણ યજ્ઞમાં વિધ્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 14:31:24
  • Views : 315
  • Modified Date : 2021-04-30 14:31:24

        સરકારે 18+થી વધારે ઉંમરના તમામ નાગરિકોને 1 મેથી રસીકરણ કરવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ અનેક રાજ્યોમાં રસીની ઉપલબ્ધતાને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનું કહેવુ છે કે તેમની પાસે પુરતા ડોઝ નથી. હાલમા રસી નહીં લગાવી શકાય.ગુજરાતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટથી કોવિશીલ્ડના 2 કરોડ ડોઝ અને કોવેક્સીનના 50 લાખ ડોઝ જલ્દી મળશે. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ ગુરુવારે કહ્યું કે હું રાજ્યના તમામ લોકોને અપીલ કરુ છુ કે જેવી અમારી પાસે રસીનો સ્ટોક આવી  જશે જલ્દીથી જલ્દી રસીકરણ શરુ કરાવી દઈશુ.15 દિવસની અંદર રસીનો સ્ટોક આવી જશે. જો કે સીએમે એમ પણ જણાવ્યુ કે 1 મેથી 18થી ઉપરના લોકોને રસી આપવા માટે હાલ રસી ઉપલબ્ધ  નથી.



     

Download Our B K News Today App



Related News