સોના-ચાંદીની તેજીનો ટ્રેન્ડ ડોલર ઇન્ડેક્સ પર નિર્ભર, રિટેલ સેગમેન્ટમાં તહેવારોની ખરીદીની આશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:04:52
  • Views : 329
  • Modified Date : 2020-10-01 12:04:52

   સોના-ચાંદીની તેજીનો મુખ્ય આધાર ડોલર ઇન્ડેક્સની ચાલ પર રહેલો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા અમેરિકા બીજું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવા અહેવાલના કારણે માર્કેટમાં મોટી અફરાતફરી જોવા મળી છે.

એનાલિસ્ટો હજુ કોરોના ખતરો ટળ્યો નથી અને અર્થતંત્ર વધુ નબળું પડશે તેવા સંકેતો વચ્ચે સોના-ચાદીમાં મજબૂતી આવી છે પરંતુ ફોરેકસ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સનો સાથ મળતો ન હોવાથી તેજી રૂંધાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1900 ડોલરની સપાટી પરથી પાછુ ફરી 1890 ડોલર ક્વોટ થતું હતું જ્યારે ચાંદી 24 ડોલરની સપાટી પરથી નજીવી ઘટી 23.88 ડોલર રહી છે. જોકે, સ્થાનિક બજારોમાં અમદાવાદ ખાતે ચાંદીમાં વધુ 500નો સુધારો થઇ 60500 અને સોનું નજીવું 100 વધી 52100 બોલાઇ ગયું છે.

હાજર બજારની સામે વાયદામાં નજીવો ઘટાડો નોંધાયો હતો. સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં હેજફંડ્સ તથા એચએનઆઇ ઇનવેસ્ટરની તથા ઇટીએફમાં ખરીદી કેવી રહે છે તેના પર બજારની તેજી-મંદીનો ટ્રેન્ડ જોવાશે. વૈશ્વિક સ્તરે એનાલિસ્ટો અર્થતંત્ર કોવિડ પૂર્વેની સ્થિતિમાં આવતા હજુ લાંબો સમય લાગી જશે તેવો નિર્દેશ કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News