બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-02 08:08:39
  • Views : 80
  • Modified Date : 2024-01-02 08:08:39

દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી ગઇ છે. તંત્રની કલાકોની ભારે જહેમત બાદ આખરે તેને બહાર તો કાઢી લેવાઇ પરંતુ તે બચી ન શકી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત બાદ પરિજનો, સ્થાનિકો અને બાળકીને બચાવવા તનતોડ મહેનત કરનાર બચાવ ટીમમાં શોકનો માહોલ છે.દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આર્મી, NDRF અને ફાયરની ટિમની કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.108 અને ફાયર સહિત ખાનગી સોર્સનો ઉપયોગ કરી બોરવેલમાં કેમેરો ઈન્સ્ટોલ કરવામાં આવ્યો અને ઓક્સિજન આપવા માટે લાઇન મુકવામાં આવી હતી. આખરે આ તમામની મદદથી બાળકીને બોરવેલમાંથી કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ બાળકી આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે.

Download Our B K News Today App



Related News