નર્મદા નદીમાં યુવતીએ મોતની છલાંગ લગાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 16:07:31
  • Views : 110
  • Modified Date : 2023-10-07 16:07:31

ભરૂચનો Narmada Maiya Bridge આત્મહત્યા અને અકસ્માતની ઘટનાઓને લઈ ખુબ બદનામ છે. આ બ્રિજ ઉપરથી મોતની છલાંગની વધુ એક ઘટના સામે આવી છે. યુવતીએ પૂલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવ્યા બાદ તે પાણીમાં તણાતી હોવાનો વિડીયો વાયરલથયો છે.ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. આસપાસ ઉભેલા લોકોને પૂછતાં કેટલાક યુવાનોએ મોબાઈલ કેમેરાના ફૂટેજ ના વિડીયો બતાવ્યા હતા.આ વિડીયો વાયરલ પણ થયા છે જેમાં જોવા મળીરહ્યું છે કે એક યુવતી પાણીમાં તણાઈ રહી છે જેને બચાવવા કિનારાથી બોટ રવાના કરાઈ હતી પણ આ દરમિયાન પ્રવાહમાં તેની લાપતા બની હતી. ઘટના બાબતે ભરૂચ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે નદીમાં લાપતા બનેલી યુવતીની ઓળખ કરવા સાથે તેની શોધખોળના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.ઘટના બાબતે ભરૂચ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે નદીમાં લાપતા બનેલી યુવતીની ઓળખ કરવા સાથે તેની શોધખોળના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News