સોશિયલ મીડિયામાં રીલ બનાવવા યુવતીએ ચલાવી 160ની સ્પીડે કાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 16:13:01
  • Views : 105
  • Modified Date : 2023-08-02 16:13:01

સોશિયલ મીડિયામાં રીલ બનાવીને છવાઈ જવા લોકો અવનવા કીમિયા કરતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. લોકો સોશિયલ મીડિયામાં રીલ બનાવવા ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે. ટ્રાફિકથી ભરચક માર્ગ પર સ્ટંટ કરે છે. ત્યારે આવો જ એક વીડિયો રાજકોટમાં સામે આવ્યો છે.રાજકોટમાં એક યુવતી જન્નત મીરનો બેફામ સ્પીડમાં ગાડી ચલાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર હંકારતી દેખાઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા જ જન્નત મીરે પોલીસ સમક્ષ હાજર થઈને માફી માગી છે તેમજ જન્નત મીરે લોકોને સ્પીડમાં વાહન ન ચલાવવા પણ અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News