તમારા ઘરે આવતા ગેસના બાટલામાં ગેસ ઓછો તો નથી આવતો ને?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 18:14:52
  • Views : 122
  • Modified Date : 2023-06-13 18:14:52

જો તમારા ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન હોય તો જરા વજન કરીને ગેસ સિલિન્ડર લેજો, કેમ કે ગેસ  સિલીન્ડરમાં કેટલાક પ્રમાણમાં ગેસ ઓછો આવતા હોવાનું સાંભળ્યું કે જોયું હશે, પણ અમદાવાદ શહેરમાં ગેસ સિલીન્ડર માંથી કાઢીને પુરતો ગેસ ન મળવાની સામે આવી રહ્યું છે. એક તરફ મોંઘવારીનો માર છે તો બીજી તરફ આર્થિક સંકડામણથી લોકો પરેશાની ભોગવી રહી છે, આ વાત કહેવી કોઈ અતિશયોક્તિ નથી કે હાલમાં કોઈ નાગરિક પરેશાન નથી પણ જ્યારે તેની સાથે આંખોદેખી રીતે છેતરપિંડી થાય તો, આજ પ્રકારના ઘરે આવતા ગેસ સિલીન્ડરમાં થાય છે ઘરે આવતા ગેસ સિલિન્ડર પૂરો હોય તેમ લાગે પરતું ખાસ પ્રકારની પેન્સિલ થકી ગેસ કાઢી લેવામાં આવે છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ ગ્રાઉન્ડ પર પહોચ્યા હતા અને ત્યાં જાણવા મળ્યું કે, ખાસ પેન્સિલના માધ્યમથી પ્રત્યેક બોટલ માંથી 500 ગ્રામ કે કિલો ગેસ કાઢીને પાછુ સિલીન્ડર પેક કરી દેવાનું કારસ્તાન રાધે ગેસ ડિલિવરી મેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આ મૂદે ગ્રાહક સુરક્ષા દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.આમતો ગેસની બાટલમાં ગેસ સાથે 31 કિલો વજન હોય છે, ગ્રાહકો વજન ચેક કરીને લેવાનો આગ્રહ રાખવાનો હોય છે. પરંતુ ગ્રાહકો ગેસ બાટલ મેળવે ત્યારે વજન ચેક કરતા નથી અને છેતરાય છે. આપ પણ જાણો છો કે ગેસનો બાટલ પર કેટલુ વજન લખેલું  હોય છે, પરતું ક્યારેક કોઈ ગ્રાહકો ચેક કરતા નથી. હાલમાં મોંઘવારી માર જનતા ભોગવી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને છે જે આસમાને પહોંચેલા ભાવ આપવા છતાં પણ તેની સામે ગ્રાહકને પૂરતી સર્વિસ ન મળે ત્યારે ગ્રાહક સાથે સીધી છેતરપિંડી થાય અને ગ્રાહકને હેરાન થવાનો વારો આવ્યો છે.

 

Download Our B K News Today App



Related News