થરા માંથી રૂપિયા લઇ ફરાર થયેલ ગઠીયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 10:58:01
  • Views : 279
  • Modified Date : 2022-06-25 10:58:01

 

કાંકરેજના થરામાં એસબીઆઇ બેન્કમાંથી પાંચ લાખ બાવન હજાર લઈ ગઠિયો ફરાર થયો હતો.

ખેડૂતની નજર ચૂકવી ગઠીયો પૈસા ની થેલી લઈ ફરાર‌ થયો હતો..

 ખેડૂત ની ફરિયાદ આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..


કાંકરેજ ના થરા ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાં થી એક ખેડૂતની નજર ચૂકવી પાંચ લાખ બાવન હજાર રૂપિયાની ઠેલી લઈ અજણાયો ગઠિયો નજર ચૂકવી ફરાર થઈ જતા ખેડૂતે થરા પોલીસ ને જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગઠીયા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડી‌ રૂપિયા ૪ લાખ ‌81 હજાર કબજે કર્યા હતા..


બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા વિસ્તારમાં  નેકોઈ ગામના વાલજી ઠાકોર નામના ખેડૂત બે દિવસ અગાઉ કાંકરેજના થરા ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાં પાંચ લાખ બાવન હજાર રૂપિયા થેલીમાં લઈ બેંકમાં ઉભા હતા તે દરમિયાન પૈસા ની થેલી ને અજાણ્યો ગઠિયો ખેડૂતની નજર ચૂકવી ત્યાંથી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી sbi બેન્ક માંથી પૈસા લઈ ફરાર થતાં આ ઘટનાને લઇ ખેડૂત વાલજી ઠાકોરે થરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જે બાદ થરા પોલીસ મથકના પી.એસ.આઇ જાડેજાએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠીયા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જે બાદ થરા પોલીસે ગણતરીના દિવસોમાં ખેડૂત પાસેથી પૈસાની ઠેલી જુટવીને  ફરાર થઇ જનાર ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પાડી રૂપિયા 4લાખ ‌81 હજાર કબજે કરી ત્રણેય આરોપીને જેલ હવાલે‌ કરી વધુ તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News